આતંક અને ક્લાઈમેટ ચેન્જ વિશ્વ સામે સૌથી મોટા પડકારો ઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કમેનિસ્તાનના પ્રવાસ દરમિયાન ઊર્જા ક્ષેત્રમાં લાંબા ગાળાની ઈચ્છા દર્શાવીને કુલ સાત કરાર પર સહી કરી હતી. આ દરમિયાન બંને દેશોએ આતંકવાદ સામે લડવા પરસ્પર સહકાર આપવા મુદ્દે પણ સહમતિ દાખવી હતી. આજે મોદી અને તુર્કમેનિસ્તાનના પ્રમુખ ગુરબાન્ગુલી બેરદિમુખામેદોવે ઔપચારિક ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને દેશના વડાઓએ આતંકવાદ સહિતની ગુનાખોરી અને ડ્રગ ટ્રાફિકિંગ સામે કડક પગલાં લેવા મુદ્દે ચર્ચાવિમર્શ કર્યો હતો. આ દરમિયાન મોદીએ તુર્કમેનિસ્તાનમાં પરંપરાગત ઔષધ અને યોગ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે ગાંધીજીના પૂતળાનું પણ અનાવરણ કર્યું હતું. આ દરમિયાન મોદીએ વિશ્વ સામેના સૌથી મોટા બે પડકારો તરીકે આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જને ગણાવતા કહ્યું હતું કે, આ બંને પ્રશ્નોનો ઉકેલ મહાત્મા ગાંધીના જીવન અને આદર્શોમાંથી મળે છે. મને આશા છે કે, તુર્કમેનિસ્તાનના લોકો ગાંધીના જીવન અને તેમના આદર્શોમાંથી કંઈક શીખશે. વડાપ્રધાન મોદીએ તાપી (તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈન્ડિયા) પાઈપલાઈન પ્રોજેક્ટને તમામ દેશો માટે અત્યંત મહત્ત્વનો ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ઈરાન થઈને જમીન અને દરિયાઈ માર્ગે ગેસની આપ-લે માટે પાઈપલાઈન નાંખવામાં આવશે. આ ગેસ ભારત સહિતના દેશોને તુર્કમેનિસ્તાનમાંથી મળશે. તુર્કમેનિસ્તાનમાં વિશ્વના ચોથા નંબરના સૌથી મોટા કુદરતી ગેસનો ભંડાર આવેલા છે. આ મુદ્દે આપેલા સંયુક્ત નિવેદનમાં તાપી પ્રોજેક્ટને બંને દેશોના વિકાસનો 'મહત્ત્વનો પાયો' ગણાવાયો હતો. બંને દેશોના વડાઓએ તાપી સહિતના તમામ પ્રોજેક્ટના ખૂબ ઝડપથી અમલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન મોદીએ તુર્કમેનિસ્તાન સાથેની કનેક્ટિવિટી વધારવા પર પણ ખાસ ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, બે દેશોના સંબંધો વધારવા સંપર્ક વધારવા પણ એટલા જરૃરી છે.
No comments:
Post a Comment